Useful points for Life
જીવન
અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી
વાતો
* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
*
શ્રેષ્ઠ પુસ્ષકો
ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. * બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. *આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. * કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. * મહેણું ક્યારેય ન મારો. * કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. * ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં. *રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો. * નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. *દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં. * સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. * જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. * જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો. * કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો. * ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો. * જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં. * પત્તા રમીને સમય વેડફો નહીં. * રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં. * લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો. * અફસોસ કર્યા વિનાનું જીવન જીવો. * ક્યારેક હારવાની પણ તૈયારી રાખો. * મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો. * ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો. * શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો. * બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો. * બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં. * ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો. * તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો. * મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે. *ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો. * શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો. * બચત કરવાની શિસ્ત પાળો. * સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું. * જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો. * ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને
તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં. * અઠવાડિયે એક વખત ઉપવાસ કરો. * કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં. * ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં. * વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો. * ધર પોષાય એટલી કિંમતનું જ લેવું. * બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા. * સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો
PRACTICE PAPER - 2
PRACTICE PAPER – 3
PRACTICE PAPER – 4
PRACTICE PAPER – 5
PRACTICE PAPER – 6
|
Wednesday 20 June 2012
Useful points for Life
Labels:
BRC KHEDBRAHMA
Location:
SH 9, Khedbrahma, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment